ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 દિવસમાં 5 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 303 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 118 કેસ નોંધાયા છે. જ્યારે 134 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વલસાડમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. છેલ્લા 5 દિવસમાં 5 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.