header ad

News- Gujarati

...
10 વર્ષથી રાહ જોનાર પાટીદાર પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરું, ડ્રોમાં ખૂલ્યું નામ

ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથના મોસાળવાસીઓએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે તે પહેલા મામેરું કોણ ભરશે તે નક્કી કરાતું હોય છે. લકી ડ્રો દ્વારા મામેરુ કરનાર યજમાનનું નામ પસંદ કરાતું હોય છે. ત્યારે આ વખતે ઘનશ્યામ પટેલનો પરિવાર નસીબદાર નીકળ્યો, તેઓ ભગવાન જગન્નાથના મામેરાના યજમાન બન્યા છે. શાયોના ગ્રુપના યજમાનનું નામ ડ્રોમાં ખૂલ્યું છે. ઘનશ્યામ પટેલનો પરિવાર યજમાની માટે 10 વર્ષથી મામેરાની રાહ જોઈ રહ્યો હતો, આખરે તેમને ભગવાનનું મામેરું કરવાનો અવસર મળશે. ભગવાનું મામેરૂ કરવું એ તો જીવનસભર એક લ્હાવો હોય છે. વર્ષો સુધી મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. તેમાં પ…

1 year, 2 months ago

Read More

...
અંબાલાલ કાકાની વધુ એક આગાહી, માર્ચ કરતા પણ ખતરનાક જશે એપ્રિલ-મે મહિનો

ગુજરાતીઓ માટે માર્ચ મહિનો આખો ભીનો ભીનો રહ્યો. આખા માર્ચ મહિનામાં વાદળછાયું વાતાવરણ રહ્યું અને વરસાદ પડતો રહ્યો. પરંતુ જો તમે એવુ વિચારતા હોવ કે હવે એપ્રિલ મહિનો સારો જશે તો ભૂલી જાઓ. એપ્રિલ મહિના માટે પણ ભયાનક આગાહી આવી ગઈ છે. એપ્રિલ મે મહિનો પણ કોરો નહિ જાય. એપ્રિલ અને મે મહિનામાં વારંવાર પશ્ચિમી વિપેક્ષો આવ્યા કરશે, જેને કારણે આ બંને મહિનામાં આંધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી સામે આવી છે. જોકે, તેના બાદ 7 મેથી ગુજરાતમાં ગરમી અનુભવાશે. શું કહેવુ છે અંબાલાલ પટેલનું હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આ મહિનાઓની આગાહી કરતા કહ્યું કે, 3 એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 6…

1 year, 2 months ago

Read More

...
અમદાવાદમાં હવે અમેરિકા જેવું... સાબરમતી નદીમાં કરવા મળશે કાયાકિંગ

અમદાવાદની સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટ અનોખું હબ બની રહ્યું છે. એક જ નદી પર એટલી એક્ટવિટી છે, લોકોને આખો દિવસ પણ ઓછો પડે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટમાં આજથી કાયાકિંગની શરૂઆત થઇ છે. અમદાવાદ રિવરફ્રન્ટમાં આજથી કાયાકિંગની શરૂઆત કરવામાં આવી છે. રિવરફ્રન્ટમાં લોકો પહેલી વખત જાતે ક્યાકસમાં બેસી નદીમાં રાઈડ કરી શકશે. અત્યાર સુધી લોકો માત્ર વડોદરાના આમરોલમાં કાયાકિંગની મજા માણી શક્તા હતા. પરંતુ હવે અમદાવાદમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ પર લોકો માટે વધુ એક સુવિધા ઉમેરાઈ છે. રિવરફ્રન્ટ પર આજથી કાયકિંગ રાઈડની શરૂઆત કરાઈ છે. પ્રથમ વખત રિવરફ્રન્…

1 year, 2 months ago

Read More

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 303 કેસ નોંધાયા, વલસાડમાં એકનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 દિવસમાં 5 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 303 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 118 કેસ નોંધાયા છે. જ્યારે 134 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વલસાડમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. છેલ્લા 5 દિવસમાં 5 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.

1 year, 2 months ago

Read More

વિધાનસભામાં દેખાવ કરનાર કોંગ્રેસના ધારાસભ્યો સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ

બલવંતસિંહ રાજપૂત અને રાઘવજીભાઈ પટેલે ટેકો જાહેર કરતા વિધાનસભાના નિયમ 52 હેઠળ તમામ હાજર કોગ્રેસના ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાંથી બહુમતીના જોરે સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

1 year, 2 months ago

Read More

...
ફરી પેપર નહીં વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! યુવરાજસિંહ જાડેજાના ઘટસ્ફોટ બાદ લેવાયું મોટું એક્શન

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ગત 1 એપ્રિલના રોજ બી.કોમ સેમેસ્ટર 6 માં એકાઉન્ટનું પેપર જે પરીક્ષા શરૂ થવાના 18 મિનિટ પહેલા વાયરલ થયું હોય જે અંગેની ઘટસ્ફોટ યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સોસીયલ મીડિયા દ્વારા કરતા વધુ એક પેપર ફૂટવાની આશંકાએ ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાકીદે કમિટીની રચના કરી તપાસના આદેશ આપ્યા છે, અને જરૂર પડે જો આ અંગે કોઈ હકીકત સામે આવશે તો જે તે વ્યક્તિઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

1 year, 2 months ago

Read More

...
અંદરથી આવું દેખાય છે નીતા-મુકેશ અંબાણીનું NAMCC, આ Photos માં ભવ્યતા જોઈ લેજો

NMACC Inside Photo: નીતા-મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું લોકાર્પણ 31 માર્ચ, શુક્રવારના રોજ મુંબઈમાં થયું હતું. આ અવસર પર આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. આ સિવાય બોલિવૂડ સ્ટાર્સે પણ ઓપનિંગમાં હાજરી આપી હતી. NMACC અંદરથી ખૂબ જ સુંદર છે.

1 year, 2 months ago

Read More

...
જયા પ્રદાએ ધમેન્દ્રને લઇને કર્યા મોટા ખુલાસા, ધર્મેન્દ્ર સેટ પર અભિનેત્રી સાથે કરતા હતા ફ્લર્ટ

Dharmendra and Jaya Prada: 70 અને 80 ના દાયકામાં બોલિવૂડમાં ઘણી એવી હિરોઈન હતી જેઓ ફિલ્મી પડદેથી લાખો લોકોના દિલો પર રાજ કરી રહી હતી. તેમાંથી એક જયા પ્રદા હતી, જેનો 61મો જન્મદિવસ 3જી એપ્રિલે છે. જયાપ્રદાએ પોતાના અભિનય અને સુંદરતાથી ફિલ્મી પડદે આગ લગાવી દીધી હતી. પરંતુ બાદમાં તેણે પોતાની જાતને ફિલ્મી દુનિયાથી દૂર કરી અને રાજકારણમાં પ્રવેશ કર્યો. જયાપ્રદાને 70 અને 80ના દાયકામાં આગ લગાવી હતી. તે સમયના દિગ્દર્શકોની તે પહેલી પસંદ હતી. જયા પ્રદાની ગણતરી 80ના દાયકાની એવી હિરોઈનોમાં થાય છે, જેઓ સૌથી વધુ ફી લેતી હતી. તાજેતરમાં જયા પ્રદાએ ઇન્ટરવ્યું ઘણા ખુલાસા કર્યા હતા. આવો જાણીએ તે ખુલાસા શું છે. હિન્દી સિનેમાના પ્…

1 year, 2 months ago

Read More

...
રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં જામીન લંબાવવામાં આવી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગઈકાલે સુરતની ફોજદારી અદાલત દ્વારા માનહાનીના કેસમાં જામીન લંબાવવામાં આવ્યા છે. તેમના જામીન અંગે આગામી સુનાવણી 13મી તારીખે થશે. દરમિયાન, ગાંધીએ તેમને માનહાનિના કેસમાં દોષિત ઠેરવતા નીચલી અદાલતના ચુકાદા સામે ફોર્જ્દારો અદાલતમાં અપીલ દાખલ કરી છે. કોર્ટે તેમની અરજી સ્વીકારી છે અને સજાને પડકારતા કેસની સુનાવણી 3જી મેના રોજ રાખી છે. આ કેસના અરજદાર ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દસમી એપ્રિલ પહેલાં જવાબ રજુ કરવા માટે નોટિસ પણ આપી છે. પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનીના કેસમાં સુરતની અદાલતે ગાંધીને દોષિત ઠેરવ્યા હતા. તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જેના પગલે તેમ…

1 year, 2 months ago

Read More

...
2030 સુધીમાં 17700 સીએનજી સ્ટેશનો સ્થાપિત કરવાનો લક્ષ્યાંક.

દેશભરમાં 2030 સુધીમાં લગભગ 17 હજાર, 700 સીએનજી સ્ટેશનો સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે, આ વર્ષે 31 જાન્યુઆરી સુધી દેશમાં પાંચ હજાર, 118 સીએનજી સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે સીએનજી સ્ટેશનોની સ્થાપનાએ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિકાસનો એક ભાગ છે અને તે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા અધિકૃત સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. અન્ય પ્રશ્નના જવાબમાં, શ્રી તેલીએ જણાવ્યું હતું કે, નવેમ્બર અને ડિસેમ્બર 2018 માં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, OMC એ સમગ્ર દેશમાં રિ…

1 year, 2 months ago

Read More

...
નર્મદામાં ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં સુવિધા વધારવા વિશેષ પગલા હાથ ધરાયા.

નર્મદા જીલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમમાં શ્રદ્ધાળુઓની સુવિધા વધારવા વિશેષ પગલા હાથ ધરાયા છે. જીલ્લા કલેકટર શ્વેતા તવેટિયાએ સ્થળ મુલાકાત લઇ શ્રદ્ધાળુઓ માટે જરૂરી વ્યવસ્થા અને જેટીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, પાણી, મંડપ, સુરક્ષા, સહિતની વ્યવસ્થા જાળવવા નિર્દેશ આપ્યા હતા. ભકતોની સુવિધા માટે તિલકવાડા પાસે 25 અને રામપુરા પાસે 15 નવી બોટ અને ટીકીટ વ્યવસ્થા કરાઇ છે તથા નવી પાંચ જેટીનું નિર્માણ કરવા નિર્ણય કરાયો છે.

1 year, 2 months ago

Read More

...
મૌની રોયનું મુંબઈનું ઘર છે આલીશાન મહેલ જેવું, જુઓ અંદરની Unseen તસવીરો

Mouni Roy House Unseen Pictures: મૌની રોયે ટેલિવિઝનથી બોલિવૂડ સુધીની લાંબી મજલ કાપી છે. તેણે ગોલ્ડ ફિલ્મથી બોલિવૂડમાં સફળતાનો સ્વાદ ચાખ્યો છે. મૌની રોય પશ્ચિમ બંગાળના કૂચ બિહાર વિસ્તારમાંથી આવે છે. અભિનેત્રી બનવા માટે મુંબઈ શિફ્ટ થતાં પહેલાં તેણે જામિયા મિલિયા ઈસ્લામિયા, નવી દિલ્હીમાંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો હતો.

1 year, 2 months ago

Read More

...
ગુજરાતમાં દૂધની માંગ અને પુરવઠાને ધ્યાને રાખીને દૂધ સંઘો આગામી ૨૫ વર્ષનો પોતાનો એક્શન પ્લાન બનાવે તે સમયની માંગ છે.

ગુજરાતમાં દૂધની માંગ અને પુરવઠાને ધ્યાને રાખીને દૂધ સંઘો આગામી ૨૫ વર્ષનો પોતાનો એક્શન પ્લાન બનાવે તે સમયની માંગ છે. ગુજરાતના દૂધ સંઘોને પડતી વિવિધ મુશ્કેલીઓના હકારાત્મક ઉકેલ તેમજ ડેરી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ ગાંધીનગર ખાતે વિવિધ જિલ્લાના દૂધ સંઘોના ચેરમેન અને M.D. સાથે યોજાયેલી બેઠકમાં અધ્યક્ષસ્થાને સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે દરેક સંઘોએ જિલ્લા મુજબ દૂધ પ્રક્રિયાનો ખર્ચ ઘટાડીને તેનો લાભ છેવાડાના નાગરિકને કેવી રીતે આપી શકે તેના પર ચિંતન-મનન કરવું જોઇએ. વહીવટમાં વધુમાં વધુ પારદર્શીતા માટે રાજ્યના દૂધ સંઘો તેમની તમામ …

1 year, 2 months ago

Read More

...
આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી.

આજે ચૈત્ર સુદ પૂર્ણિમા છે. આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી થઇ રહી છે. શ્રી હનુમાન રૂદ્રાવતાર ગણાય છે એટલે કે, ભગવાન શીવના અંશાવતાર છે અને ભગવાન રામના અનન્ય ભક્ત છે. વિશ્વમાં જે સાત ચિરંજીવી છે તેમાં એક શ્રી હનુમાનજી છે. હનુમાનજી શક્તિ અને જ્ઞાનના પ્રતીક છે આથી બુદ્ધિમતા વરિષ્ઠમ કહેવાય છે. તેમને સંકટમોચક કહેવાય છે. જેમની આરાધનાથી તમામ કષ્ટો, સંકટોનું નિવારણ થાય છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે રાજ્યભરમાં અનેક સ્થળોએ ભક્તિભાવ સાથે વિવિધ આયોજનો થઇ રહ્યા છે. ગઇકાલે અમદાવાદના પ્રસિધ્ધ કેમ્પના હનુમાન મંદિરથી હનુમાન યાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. સુપ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરમાં હનુમાન જયંતિની…

1 year, 2 months ago

Read More

Get In Touch

313, B Block, 3rd Floor, Privillion East Wing, S.G. Highway, Ahmedabad, Gujarat, 380054

+079 27632734

customercare@ahmedabadsubha.com

Follow Us

© Ahemdabad Subha News. All Rights Reserved. Designed & Developed by M/S Shadow Solutions