અમદાવાદની સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટ અનોખું હબ બની રહ્યું છે. એક જ નદી પર એટલી એક્ટવિટી છે, લોકોને આખો દિવસ પણ ઓછો પડે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટમાં આજથી કાયાકિંગની શરૂઆત થઇ છે. અમદાવાદ રિવરફ્રન્ટમાં આજથી કાયાકિંગની શરૂઆત કરવામાં આવી છે. રિવરફ્રન્ટમાં લોકો પહેલી વખત જાતે ક્યાકસમાં બેસી નદીમાં રાઈડ કરી શકશે. અત્યાર સુધી લોકો માત્ર વડોદરાના આમરોલમાં કાયાકિંગની મજા માણી શક્તા હતા. પરંતુ હવે અમદાવાદમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ પર લોકો માટે વધુ એક સુવિધા ઉમેરાઈ છે. રિવરફ્રન્ટ પર આજથી કાયકિંગ રાઈડની શરૂઆત કરાઈ છે. પ્રથમ વખત રિવરફ્રન્ટ પર લોકો રાઈડની મજા માણી શકશે. અત્યાર સુધી વડોદરામાં જ કાયાકિંગની સુવિધા હતી. પરંતુ હવે અમદાવાદીઓને પણ તેનો લાભ મળી શકશે.