ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથના મોસાળવાસીઓએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે તે પહેલા મામેરું કોણ ભરશે તે નક્કી કરાતું હોય છે. લકી ડ્રો દ્વારા મામેરુ કરનાર યજમાનનું નામ પસંદ કરાતું હોય છે. ત્યારે આ વખતે ઘનશ્યામ પટેલનો પરિવાર નસીબદાર નીકળ્યો, તેઓ ભગવાન જગન્નાથના મામેરાના યજમાન બન્યા છે. શાયોના ગ્રુપના યજમાનનું નામ ડ્રોમાં ખૂલ્યું છે. ઘનશ્યામ પટેલનો પરિવાર યજમાની માટે 10 વર્ષથી મામેરાની રાહ જોઈ રહ્યો હતો, આખરે તેમને ભગવાનનું મામેરું કરવાનો અવસર મળશે. ભગવાનું મામેરૂ કરવું એ તો જીવનસભર એક લ્હાવો હોય છે. વર્ષો સુધી મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. તેમાં પણ ડ્રો કરવામાં આવતો હોય છે. જો નંબર લાગી જાય તો જીવન ધન્ય-ધન્ય થઇ જતું હોય છે તેવી શ્રદ્ધાળુઓમાં આસ્થા છે. ત્યારે મામેરા માટે યજમાનનું નામ પસંદ કરવા માટે એક ખાસ ડ્રો કરવામા આવે છે. જેનું નામ નીકળે તે ભગવાનનું મામેરુ કરે. મામેરુ કરવા યજમાનો વર્ષોથી રાહ જુએ છે. યજમાન બનવા માટે એડવાન્સ બુકિંગ થતા હોય છે.