ગુજરાતીઓ માટે માર્ચ મહિનો આખો ભીનો ભીનો રહ્યો. આખા માર્ચ મહિનામાં વાદળછાયું વાતાવરણ રહ્યું અને વરસાદ પડતો રહ્યો. પરંતુ જો તમે એવુ વિચારતા હોવ કે હવે એપ્રિલ મહિનો સારો જશે તો ભૂલી જાઓ. એપ્રિલ મહિના માટે પણ ભયાનક આગાહી આવી ગઈ છે. એપ્રિલ મે મહિનો પણ કોરો નહિ જાય. એપ્રિલ અને મે મહિનામાં વારંવાર પશ્ચિમી વિપેક્ષો આવ્યા કરશે, જેને કારણે આ બંને મહિનામાં આંધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી સામે આવી છે. જોકે, તેના બાદ 7 મેથી ગુજરાતમાં ગરમી અનુભવાશે. શું કહેવુ છે અંબાલાલ પટેલનું હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આ મહિનાઓની આગાહી કરતા કહ્યું કે, 3 એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ગુજરાતના માથે ફરી માવઠાનું સંકટ આવશે. એપ્રિલ 23થી 30 સુધીમાં પણ માવઠાનું સંકટ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વારંવાર માવઠાનું સંકટ વધ્યું છે. 22 થી 25 મે સુધીમાં આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા છે.