Dharmendra and Jaya Prada: 70 અને 80 ના દાયકામાં બોલિવૂડમાં ઘણી એવી હિરોઈન હતી જેઓ ફિલ્મી પડદેથી લાખો લોકોના દિલો પર રાજ કરી રહી હતી. તેમાંથી એક જયા પ્રદા હતી, જેનો 61મો જન્મદિવસ 3જી એપ્રિલે છે. જયાપ્રદાએ પોતાના અભિનય અને સુંદરતાથી ફિલ્મી પડદે આગ લગાવી દીધી હતી. પરંતુ બાદમાં તેણે પોતાની જાતને ફિલ્મી દુનિયાથી દૂર કરી અને રાજકારણમાં પ્રવેશ કર્યો. જયાપ્રદાને 70 અને 80ના દાયકામાં આગ લગાવી હતી. તે સમયના દિગ્દર્શકોની તે પહેલી પસંદ હતી. જયા પ્રદાની ગણતરી 80ના દાયકાની એવી હિરોઈનોમાં થાય છે, જેઓ સૌથી વધુ ફી લેતી હતી. તાજેતરમાં જયા પ્રદાએ ઇન્ટરવ્યું ઘણા ખુલાસા કર્યા હતા. આવો જાણીએ તે ખુલાસા શું છે. હિન્દી સિનેમાના પ્રખ્યાત અને પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં ચમકતા રહે છે. લાખો ચાહકો ધર્મેન્દ્રને પ્રેમ કરે છે, જેમણે 1960 માં ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે' સાથે અભિનયની શરૂઆત કર્યા પછી ત્રણ દાયકા સુધી ફિલ્મ જગત પર પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું.