header ad

ગુજરાતમાં દૂધની માંગ અને પુરવઠાને ધ્યાને રાખીને દૂધ સંઘો આગામી ૨૫ વર્ષનો પોતાનો એક્શન પ્લાન બનાવે તે સમયની માંગ છે.

ગુજરાતમાં દૂધની માંગ અને પુરવઠાને ધ્યાને રાખીને દૂધ સંઘો આગામી ૨૫ વર્ષનો પોતાનો એક્શન પ્લાન બનાવે તે સમયની માંગ છે. ગુજરાતના દૂધ સંઘોને પડતી વિવિધ મુશ્કેલીઓના હકારાત્મક ઉકેલ તેમજ ડેરી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ ગાંધીનગર ખાતે વિવિધ જિલ્લાના દૂધ સંઘોના ચેરમેન અને M.D. સાથે યોજાયેલી બેઠકમાં અધ્યક્ષસ્થાને સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે દરેક સંઘોએ જિલ્લા મુજબ દૂધ પ્રક્રિયાનો ખર્ચ ઘટાડીને તેનો લાભ છેવાડાના નાગરિકને કેવી રીતે આપી શકે તેના પર ચિંતન-મનન કરવું જોઇએ. વહીવટમાં વધુમાં વધુ પારદર્શીતા માટે રાજ્યના દૂધ સંઘો તેમની તમામ ખરીદી GeM –ઓનલાઇન પોર્ટલ ઉપર કરે અને રૂા. ૫ લાખથી વધુની ખરીદી માટે ફરજિયાત ઇ ટેન્ડરીંગ કરે તે માટે આગામી સમયમાં પરિપત્ર કરીને જાણ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ ડેરી-દૂધ સંઘોમાં રેન્ડમલી થર્ડ પાર્ટી ઓડીટ-ઇન્સ્પેક્શન કરવામાં આવશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.


Leave a comment

Advertisement

ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image ad image

Newsletter

Aliqu justo et labore at eirmod justo sea erat diam dolor diam vero kasd

Lorem ipsum dolor sit amet elit
Get In Touch

313, B Block, 3rd Floor, Privillion East Wing, S.G. Highway, Ahmedabad, Gujarat, 380054

+079 27632734

customercare@ahmedabadsubha.com

Follow Us

© Ahemdabad Subha News. All Rights Reserved. Designed & Developed by M/S Shadow Solutions